નરેન્દ્ર મોદી બંગાળની સભાઓમાં મમતા બેનરજીને ‘દીદી… ઓ… દીદી’ તરીકે સંબોધીને છેડતીને પ્રોત્સાહન આપી રહ્યા હોવાનો આરોપ મૂકાયો છે. બાંગ્લા સિટિઝન ફોરમ નામની સંસ્થાએ કોલકાત્તાના એમહર્સ્ટ પોલીસ સ્ટેશનમાં આ આક્ષેપ સાથે મોદી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદ તપાસ માટે ચૂંટણી પંચને મોકલી આપી છે.
બાંગ્લા પ્રજાનાં હિતો માટે લડતું સંગઠન હોવાનો દાવો કરતા ફોરમે પોતાને મળેલા લોકોના પત્રોના આધારે આ અરજી કરી હોવાનો આક્ષેપ મૂક્યો છે. ફોરમનો દાવો છે કે, મોદી ખાસ લહેકામાં ‘દીદી… ઓ …દીદી’ બોલે છે કે જેથી સમાજમા મહિલાઓની છેડતી કરી શકાય અને તેમની મજાક ઉડાવી શકાય. મોદીની નકલ કરીને સડકછાપ રોમિયો રસ્તા પર જતી છોકરીઓની છેડતી કરે છે. આ રીતે દેશના વડાપ્રધાન ઈવ-ટીઝિંગ કલ્ચરને પોષી રહ્યા હોવાથી તેમની સામે આઈપીસીની કલમ ૨૯૪ પગલાં લેવાવાં જોઈએ.
દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિમાયેલા સુશીલ ચંદ્રાએ પોતાનો સૌથી પહેલો નિર્ણય મોદી સામેનો આરોપ અંગે લેવાનો થશે. પરંતુ શાશક પક્ષ ને વેચાઈ ચૂકેલું ચૂંટણી પંચ મોદી સામે કોઈ પગલાં લે એવી શક્યતા બહુ ઓછી છે.
નીચે આપેલા કોમેન્ટ વિભાગ માં અમને તમારા વિચાર અને મંતવ્ય જણાવો.